મુંબઇ: નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act)ને લઈને ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં નાગરિકતા કાયદો લાગુ કરવો કે ન કરવો તેને લઈને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)  ધર્મસંકટમાં પડી ગયા છે. કોંગ્રેસ સતત દબાણ કરી રહી છે કે આ કાયદા પર શિવસેના તેમના સ્ટેન્ડનું સમર્થન કરે ને પંજાબ, કેરળની જેમ મહારાષ્ટ્રમાં પણ લાગુ ન થવા દે. શિવસેનાએ હજુ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવરકર પર સંગ્રામ: શિવસેના નેતાએ કહ્યું-મહારાષ્ટ્ર અને દેશ માટે દેવતા છે વીર સાવરકર


જો ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના દબાણમાં આવશે તો પાર્ટીની હિન્દુત્વની વિચારધારાની છબીને નુકસાન પહોંચશે અને જો લાગુ ન કરે તો કોંગ્રેસ તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આખરે ઉદ્ધવ કરે તો શું કરે? કોંગ્રેસના નેતાઓ સ્પષ્ટ કહી રહ્યાં છે કે તેઓ આ કાયદાને મહારાષ્ટ્રમાં લાગુ થવા દેશે નહીં. કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની જે ભૂમિકા છે તે જ લાઈન લઈને મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા ઉદ્ધવ ઠાકરેને આ કાયદો લાગુ ન કરવા માટે દબાણ કરી રહ્યાં છે. 


વીર સાવરકરનું નામ ઉછાળનારા રાહુલ ગાંધી સત્ય શું છે તે જાણે છે?


મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી બાળાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે, "કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની આ કાયદાના વિરોધમાં જે ભૂમિકા છે તે જ અમારી ભૂમિકા છે. આ કાયદો તમામ વર્ગોને ન્યાય આપશે નહીં." 


રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- 'ઈતિહાસની જાણકારી નથી, તેમનો અહંકાર બોલે છે'


બીજી બાજુ આ મામલે ભાજપે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આ કાયદાને જેમ બને તેમ જલદી મહારાષ્ટ્રમાં લાગુ કરવાની માગણી કરી છે. ભાજપના નેતા આ કાયદા પર શિવસેના પાસે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવાની માગણી કરી રહ્યાં છે. ભાજપના બે નેતાઓએ ટ્વીટ કરીને આ કાયદો લાગુ કરવાની માગણી કરી છે. ભાજપના નેતા આશીષ શેલારે ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસને પોતાની મતપેટી સંભાળવાની છે, આથી પાકિસ્તાની, બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કાઢવાનો વિરોધ કરી રહી છે. માનનીય મુખ્યમંત્રી મહારાષ્ટ્ર ધર્મનું રક્ષણ  કરે અને પાકિસ્તાની, બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાઢે. 


જુઓ LIVE TV


મારું નામ રાહુલ ગાંધી...ગિરિરાજ સિંહે પલટવાર કરતા કહ્યું 'ઉધારની સરનેમથી કોઈ ગાંધી ન થઈ જાય'


આ બાજુ શિવસેના માટે આ મુદ્દો ગળાની ફાંસ બની ગયું છે અને તે પોતાના સાથીઓને ખુશ કરવા માટે તેમના સૂરમાં સૂર મિલાવતી જોવા મળી રહી છે. નોંધનીય છે કે શિવસેનાએ પહેલા આ બિલનું સમર્થન કર્યું હતું પરંતુ કોંગ્રેસના દબાણ બાદ રાજ્યસભામાં વિરોધ કર્યો હતો. શિવસેના નેતા સંજય રાઉતના જણાવ્યાં મુજબ આ કાયદાને મહારાષ્ટ્રમાં લાગુ કરવાનો છે કે નહીં તેના પર મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ નિર્ણય લેશે. અમે નાગરિકતા બિલ પર આંખો મીચીને સમર્થન કર્યું નથી. તેના પર છેલ્લો નિર્ણય સીએમ ઉદ્ધવ ઠાકરે બધા સાથે વાત કર્યા બાદ લેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....